બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે પ્રત્યર્પણ સામેની મેહુલ ચોક્સીની અપીલ ફગાવી દીધી
બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે (કોર્ટ ઓફ કેસેશન)એ મંગળવાર, 9 ડિસેમ્બરે ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીની ભારત પ્રત્યર્પણને પડકારતી અપીલને ફગાવી દીધી હતી. સરકારી બેન્ક પંજાબ નેશનલ બેંકમાં રૂ.૧૩૦૦૦ કરોડના કથિત કૌભાંડ પછી ભારતે મહુલ ચોક્સીને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કર્યો હતો. બેલ્જિયમની કોર્ટના આ ચુકાદાથી તેને ભારતમાં લાવવાનો માર્ગ મોકળો થયો હતો